Speaker

Pranjal Kashyap

પ્રાંજલ કશ્યપ અમદાવાદ સ્થિત જાણીતા ક્રિએટિવ રાઇટર, સ્ક્રિપ્ટરાઇટર અને ક્રિએટિવ એજન્સી ‘કન્ટેન્ટ કાસલ’ (Content Castle) ના સ્થાપક છે. તેઓ ભાષાકીય અભિવ્યક્તિ, પટકથા લેખન, રેડિયો પ્રોડક્શન અને બ્રાન્ડ સ્ટોરીટેલિંગના ક્ષેત્રમાં સક્રિયપણે કાર્યરત છે. ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) ખાતે આશરે ત્રણ વર્ષ સુધી એનાઉન્સર/પ્રસ્તુતકર્તા તરીકે સેવાઓ આપી છે. તથા કાવ્ય પઠન, સાહિત્યિક ઇવેન્ટ્સ અને સાંસ્કૃતિક મંચો (જેમ કે ‘અભિવ્યક્તિ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’) પર એન્કરિંગ અને સાહિત્યિક પ્રોજેક્ટ્સમાં પણ ઘણા જ સક્રિય છે.