
સમાજસેવિકા અને મહિલા ઉદ્યોગ સાહસિક
Smt. Anar Jayesh Patel
શ્રીમતી અનારબહેન પટેલ જાણીતી સમાજસેવિકા, માનવ સાધના ટ્રસ્ટની સહ-સ્થાપિકા અને ક્રાફ્ટરુટ્સના પાયાવહ છે. તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની પુત્રી અને પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલની પુત્રવધૂ છે. B.Sc. અને MBA (નિરમા યુનિવર્સિટી) કર્યા બાદ તેમણે પુરા સમર્પણથી સમાજસેવામાં ખંપી પડ્યા. તેઓએ કુટુંબના સહયોગથી માનવ સાધના ટ્રસ્ટની સ્થાપના કરી, જે આજે 7000થી વધુ લાભાર્થીઓ સુધી સેવાઓ પહોંચાડી રહ્યું છે. હસ્તકલા અને મહિલા સશક્તિકરણ માટે "ગ્રામશ્રી" અને "ક્રાફ્ટરુટ્સ"ની સ્થાપના કરી, જે અત્યાર સુધીમાં દેશના 21 રાજ્યોના 35000થી વધુ કારીગરોને રોજગારી આપી ચૂક્યું છે. 2001ના ભૂકંપ પછી કચ્છના 5 ગામો દત્તક લઈ પુનઃનિર્માણનું મહત્વપૂર્ણ કામ કર્યું. તેઓ "સાબરમતી ફેસ્ટિવલ"ની સંસ્થાપિકા પણ છે. તેમણે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને ઘણા સમાજસેવી સંગઠનોમાં માર્ગદર્શક તરીકે જોડાયેલ છે. પ્રમુખ સન્માનો: ગુજરાત ગૌરવ એવોર્ડ Grassroots Woman of the Decade Achiever સખી શક્તિ એવોર્ડ ગૌરવવંતી ગુજરાતી લાઇફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ શ્રીમતી અનારબહેન પટેલ સમાજસેવા, મહિલા સશક્તિકરણ અને હસ્તકલા ક્ષેત્રે પાયાનું અને પ્રેરણાદાયક કામ કરી રહ્યાં છે.