પરખ ભટ્ટ ગુજરાતી લેખન-જગતનું એક ઉભરતું નામ છે. વડોદરાથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તેમજ ‘ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સ’નું ભણતર પૂરું કર્યા બાદ એમણે મુંબઈ-અમદાવાદ-સુરત વગેરે શહેરોમાં પ્રોફેશનલ મૉડેલિંગ અને થિયેટર ક્ષેત્રે ખાસ્સું કામ કર્યુ.   

 
ફક્ત પાંચ વર્ષની લેખનયાત્રામાં તેઓ દિવ્ય ભાસ્કર, સાંજ સમાચાર, ફૂલછાબ, મિડ-ડે, મુંબઈ સમાચાર, ગુજરાત ગાર્ડિયન, નોબત સહિત ગુજરાત-મુંબઈના પ્રમુખ અખબારો તેમજ કૉકટેલ ઝિંદગી (પ્રીમિયમ ગુજરાતી મેગેઝિન) અને ફીલિંગ્સ મેગેઝિન (વડોદરા) જેવા માતબર સામયિકોમાં કુલ ૧૫૦૦થી વધુ લેખો, ઇન્ટરવ્યૂ, અહેવાલો લખી ચૂક્યા છે. આ સફર હજુ પણ અવિરતપણે ચાલુ છે.
 
ભૂતકાળમાં બે સુપ્રસિદ્ધ લેખ-સંગ્રહો ‘Scientific ધર્મ’ અને ‘Black બૉક્સ’ પ્રકાશિત થયા બાદ નવલકથા વિશ્વમાં ‘મૃત્યુંજય’ એમનું મંગલાચરણ છે.